Head Ads

પરફેક્ટ માપ સાથે બજાર જેવો સ્વાદિષ્ટ આમળાનો મુખવાસ ઘરેજ બનાવો

Amla Mukhvas


 શિયાળાની ઋતુ આવતાજ આપણા બધાનાં ઘરમાં આમળાનું આગમન શરુ થઇ જાય છે. આમળામાંથી ઘણીબધી સ્વાસ્થ્ય વર્ધક વાનગીઓ બનતી હોય છે. જેવીકે આમળાનો મુરબ્બો, ચ્યવનપ્રાશ, અથાણું વગેરે વગેરે. આમળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો રહેલાં છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી અને સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે.
 

તંદુરસ્તી સારી કરવાથી લઈને આંખો, વાળ, સ્કિન તેમજ એસીડીટી જેવી બીમારી માટે પણ આમળા લાભકારી છે. તો આજે અમે તમને આમળાનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મુખવાસ બનાવવાની રેસિપી જણાવવાના છીએ. જે ખૂબ જ સરળ છે અને સાથે સાથે તમે તેને આખું વર્ષ પણ સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો ચાલો આમળાના મુખવાસની રેસિપી જાણી લો.

આમળાના મુખવાસની રેસિપી 

સામગ્રી :-
આમળા ૧ કિલો,
મીઠું ૧૫૦ ગ્રામ,
પોટેશિયમ મેટાબાય સલ્ફાઈડ ૧.૫ ગ્રામ. 

મુખવાસ બનાવવાની રીત :-
એકદમ ભરાવદાર મોટા અને સહેજ પીળાશ પડતા ડાઘા વગરના 1 કિલો આમળા લેવા. આ મોટા આંબળાંને ચોખ્ખા પાણીથી ધોઈ તેના પ્રમાણસર ટુકડા કરી એના ઠળીયા દૂર કરો. આ કાપેલા ટુકડાને ૧૫% ના મીઠાના પાણીમાં ત્રણ દિવસ સુધી બોળી રાખો. ( નોંધ:- એક લીટર પાણીમાં ૧૫૦ ગ્રામ મીઠું ઉમેરવું ).

હવે, ત્રણ દિવસ પછી આ મીઠાના પાણીમાંથી આમળાને કાઢીને ફરી એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવા. ત્યાર બાદ એક તપેલીમાં 1 લીટર પાણી લઈને એમાં 1.5 ગ્રામ પોટેશીયમ મેટાબાય સલ્ફાઈડ ઉમેરીને એમાં આમળાના ટુકડા ઉમેરવા. ( નોંધ :- એક કીલો ટુકડા દીઠ ૧.૫ (દોઢ) ગ્રામ પોટેશીયમ મેટાબાય સલ્ફાઈડ લેવું. ) 

હવે, આ દ્રાવણમાં આમળાને ત્રણ ક્લાક સુધી રાખી મુકો. અમલના ટુકડાને દ્રાવણમાંથી બહાર કાઢીને સારી રીતે સુકવી દો. જ્યાં સુધી, આમળામાં રહેલો બધો જ ભેજ ઉડી ન જાય ત્યાં સુધી તેને દરરોજ સુકવવું. જયારે આમળાના ટુકડા બરાબર સુકાઈ જાય ત્યાર બાદ એને હવા ચુસ્ત કાચની બોટલ ભરીલો. તમે ને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને પણ સાચવી શકાશે અને જ્યારે મુખવાસ તરીકે તમારે ખાવા હોય ત્યારે તમે ખાઈ શકો છો.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ