હવે, દિવાળીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ દરમિયાન ઘરની સાફ સફાઇ અને ઘરની સજાવટ બાદ દિવાળી માટે અવનવી વાનગી અને સ્વાદિષ્ટ ડિશીશ બનાવામાં આવે છે. સાથે સાથે અવનવી મીઠાઈ પણ ઘરે બનાવતા હોય છે. તો આવીજ એક નવાવર્ષની શરૂઆત એક નવી મીઠાશ સાથે દિવાળી અને નવ વર્ષની શરૂઆત કરવા માટે ઘર પર કોકોનટ લાડુ કેવી રીતે તૈયાર કરશો જાણીએ.
નારિયેળ લાડૂ બનાવની રેસિપી :- Coconut Ladoo Recipe In Gujarati
લાડૂ બનાવવા માટે સામગ્રી :-
બે કપ સૂકું નાળિયેર છીણેલું. ત્રણ ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક, એક ચમચી લીલી એલચી પાવડર, બે ચમચી ગુલાબજળ, બે ચમચી શુદ્ધ ઘી
નારિયેળ લાડૂ બનાવવાની રીત :-
સૌથી પહેલા એક ખાલી બાઉલ લઈને એમાં ઇલાયચી પાવડર, સૂકું નાળિયેર છીણેલું, શુધ્ધ ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું સરખી રીતે મિક્સ થાય એ રીતે સારી રીતે મિશ્રણ તૈયાર કરો.
સારી રીતે તૈયાર થયેલા મિશ્રણને હવે લાડુમાં મોદક શેપ આપવા માટે તમે હાથેથી મોદકને શેપ આપી શકો છો. અને નો તમને એ ન ફાવતું હોય તો બજારમાં એ માટેના તૈયાર બીંબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને તમે શેપ આપી શકો છો.
સૂકા નારિયેળમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે. અને એમાં કોપર રહેલું હોય છે. તેમજ તે મગજની કાર્યક્ષમતા વધારે છે. તેમજ યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે.
તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful kitchen tips in gujarati
- દહીંની ચટણી બનાવવાની સરળ રીત
- આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત - Gartlic chutney recipe in gujarati
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત - Khasta kachori recipe in gujarati
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત - Paneer bhurji recipe in gujarati
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત - Puff recipe in gujarati
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
0 ટિપ્પણીઓ