Head Ads

શિયાળામાં આ 7 સમસ્યાઓ ને દૂર કરી શકે છે આદુ, જાણો તેના ઉપયોગની રીત

Ginger Benefits In Winter

 શિયાળામાં તાવ, શરદી, ગળામાં ખારાશ અને ચામડી સંબંધિત સમસ્યાઓ ઘણી વધી જાય છે. એવામાં આદુનું સેવન કરવું ફાયદામંદ સાબિત થઈ શકે છે. ખરેખર, આદુ માં રહેલ ગુણ ચોમાસામાં થવા વાળી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. શિયાળામાં આદુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શારીરિક સોજા પણ ઓછા થાય છે. ચાલો જાણીએ શિયાળામાં આદુ ના ફાયદા - Ginger Benefits 

ખાંસી અને કફથી આરામ અપાવે
ચોમાસામાં ખાંસી-શરદી થવી ખૂબ સામાન્ય છે. જો તમને પણ ચોમાસામાં ખાંસી થાય છે, તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે રાત્રે સૂવાના સમયે દૂધમાં આદુ નાખીને બરાબર ઉકાળીને પીવું. તેનાથી છાતીમાં જમા થયેલ બધો કફ આરામથી નીકળી જશે અને ખાંસીથી રાહત મળશે.

સાંધાના દુખાવામાં અસરદાર
ઘણીવાર ચોમાસામાં વાયરલ ફીવર થયા પછી સાંધાના દુખાવાની સમસ્યાઓ ઘણી વધી જાય છે. એવામાં આપણે તરત પેઇનકિલર લેવાનું શરૂ કરી દઈએ છીએ. તમે ઈચ્છો તો આદુના સેવનથી પણ સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો. આદુમાં દુખાવો મટાડવાના ગુણ હોય છે, જે સાંધાના દુખાવાને ઓછો કરી શકે છે. સાંધાના દુખાવા માંથી રાહત મેળવવા માટે તમે નાહવાના પાણીમાં આદુના તેલના થોડા ટપકા નાખી દો. આના ઉપયોગથી દુખાવામાં ધીમે-ધીમે આરામ મળવા લાગશે - Useful benefits of ginger

ખોડાની સમસ્યાઓ દૂર કરે
ચોમાસામાં વરસાદ ના કારણે વારે-વારે વાળ ભીના થઈ જાય છે. એવા માં વાળમાં ખોળાની સમસ્યા ઘણી વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે તેમાં બે ચમચી વાટેલું આદુ, ત્રણ ચમચી ઓલીવનું તેલ લો. તેમાં લીંબુનો રસ ઉમેરો અને માથાની ચામડી પર લગાવો. લગભગ 15 મિનિટ પછી વાળને સાદા પાણી અને મંદ શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં બે વખત આવું કરવાથી તમને ખોળાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

ખીલની સમસ્યાઓને દૂર કરે
ચોમાસામાં ચામડી પર ખીલ તથા એકની ની સમસ્યા ઘણી વધી જતી હોય છે. આદુ માં આવેલ એન્ટીસેપ્ટિક અને સફાઈ એજન્ટ ખીલની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આના માટે તમે આદુનું સેવન કરી શકો છો અને અન્ય શાકભાજીમાં પણ નાખીને વગેરેમાં કરી શકો છો.

આંખો માટે ફાયદાકારક આદુ
આદુ અને ગોળ એક સાથે લેવાથી આંખોની તકલીફ દૂર થઈ શકે છે. એના માટે તમે આદુનો રસ નીકાળી લો અને ગોળ સાથે મિક્સ કરી લો. હવે આ બંનેને સાથે ખાઈ લો. તમે ઈચ્છો તો મધની સાથે પણ આદુનો રસ લઈ શકો છો.

ખોરાક પચવામાં સહાયક
ઘણીવાર અપચો અને ફૂડ પોઈઝનિંગની સમસ્યાઓ વધી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. જમવાનું જમતા પહેલા આદુનો એક ટુકડો લો. તેના પર મીઠું નાખીને ખાઈ લો. આદુ ખોરાક પચાવવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો જમ્યા પછી આદુની ચા પણ પી શકો છો. આનાથી અપચો, કબજિયાત અને ગેસની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ