Head Ads

શું તમારા બાળકનું પણ વજન ઓછું છે? તમારે પણ તમારા બાળકનું વજન વધારવું હોય તો તેના ખોરાકમાં આ વસ્તુઓ ઉમેરી દો તો આપોઆપ જ તેનું વજન વધી જશે.

how to child weight gain

જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેનો શારીરિક વિકાસ પણ થતો જાય છે. પરંતુ કેટલાક બાળકોની ઉંમર તો વધે છે પરંતુ તેનો શારીરિક વિકાસ બરોબર થતો નથી એટલે કે તેનું વજન બરોબર વધતું નથી. બીજા છોકરાઓની સરખામણીમાં તેઓ ખૂબ જ નબળા અને અશક્ત હોય છે. માતા પિતા તેમના બાળકોનું વજન વધારવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. 

તેમના જમવામાં અલગ અલગ પ્રકારની હેલ્થી વસ્તુઓ બનાવીને પણ આપે છે ઉપરાંત તેમના જમવામાં પ્રોટીન પાવડર પણ આપે છે. પરંતુ આપણે બાળકોનું વજન વધારવા માટે હંમેશા હેલ્ધી રીત જ અપનાવી જોઈએ. 

આ આર્ટિકલમાં આજે અમે તમને એવા ફૂડ વિશે જણાવીશું કે જેને ખાઈને તમારા બાળકનું વજન વધશે. તેનાથી તમારા બાળકની કમજોરી અને નબળાઈ પણ દૂર થશે અને તે એકદમ હેલ્ધી અને ફિટ રહેશે. તો ચાલો જાણી લઈએ કે કયા કયા પ્રકારના ફૂડથી તમારા બાળકનું વજન વધારી શકાય છે. 

માંસાહારી ખોરાક :- 
જો તમે માંસાહારી હોવ તો માસ મચ્છીથી પણ વજન વધારી શકાય છે. તમારે તમારા બાળકનું વજન વધારવા માટે ઈંડુ, મટન, ચિકન અને માછલી પણ જમવામાં આપી શકો છો. સી ફૂડ વજન વધારવા માટે ખૂબ જ લાભદાયી હોય છે.

ડેરી પ્રોડક્ટસ :-
બાળકોના ગ્રોથ અને ન્યુટ્રીશન માટે તેમને તેમના આહારમાં ડેરી પ્રોડક્ટસ અવશ્ય આપવા જોઈએ. ડેરી પ્રોડક્ટમાં પ્રોટીન,કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. જેને કારણે બાળકોના હાડકા મજબૂત બને છે. ઉપરાંત પ્રોટીનથી બાળકોની માસપેશીઓ મજબૂત થાય છે અને તેનો વિકાસ પણ જલ્દી થાય છે. આથી તમારે બાળકનું વજન વધારવું હોય તો તેના આહારમાં દૂધ,દહીં, પનીર, બટર, ચીઝ, ઘી વગેરે જેવી ડેરી પ્રોડક્ટસ આપી જોઈએ.

ડ્રાયફ્રુટ ખવડાવો :-
ડ્રાયફ્રુટ ને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ માનવામાં આવે છે. જો તમાર્ય બાળક એકદમ દુબળું અને પાતળું હોય તો તમારે તેને ડ્રાયફ્રૂટ્સ ખવડાવવા જોઈએ. તમે તમારા બાળકને બદામ, કાજુ, કિસમિસ,અખરોટ,અંજીર વગેરે આપી શકો છો. તે ઉપરાંત મખાના પણ વજન વધારવામાં મદદરૂપ થાય છે. દૂધ સાથે ડ્રાયફ્રૂટ્સ આપવાથી બાળકોનું વજન ફટાફટ વધે છે. ખજૂર,અંજીર, કાજુ,બદામ વગેરેને બરોબર ક્રશ કરીને તેને દૂધમાં નાખીને જ્યુસ બનાવીને પીવાથી પણ બાળકનું ફટાફટ વજન વધારી શકાય છે. 

ફ્રૂટનો ઉપયોગ વધુ કરો :-
બાળકોથી લઈને મોટા લોકો માટે પણ ફળ ખાવું એ ખુબ જ સારું માનવામાં આવે છે. જે બાળકો શારીરિક રીતે નબળા હોય તેઓને દરરોજ તેમના આહારમાં ફળ આપવું જોઈએ. જેનાથી તેમને શક્તિ પ્રદાન થાય છે. કેળા, એવોકાડો, કેરી, સફરજન, પપૈયુંએ બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે ઉપરાંત દાડમ અને સંતરા પણ બાળકો માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

શાકભાજી રોજ ખવડાવો  :-
બાળકો હંમેશા શાક ખાવામાં આનાકાની કરતા જ હોય છે. પરંતુ બાળકોને શાકભાજી ખવડાવવી ખુબ જ જરૂરી હોય છે. શાકભાજીમાં એવા તત્વો હોય છે કે જે બાળકોના શારીરિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. તમે તમારા બાળકને બટાકા,શક્કરિયા,કોબીજ,પાલક, ભીંડા તેમજ લીલા પાંદડાવાળી શાકભાજી ખવડાવી શકો છો.

સ્મુધી પીવડાવવી :-
સ્મુધીને આપણા હેલ્થ માટે ખૂબ જ તારી માનવામાં આવે છે. સ્મૃતિ પીવાથી બાળકોનું વજન વધે છે. તમે તમારા બાળકને કોઈ પણ એક ફળની સ્મુધી બનાવીને પણ આપી શકો છો. દૂધમાં ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ તેમજ કોઈ પણ એક ફળ મિક્સ કરીને તેની સ્મુધી બનાવીને બાળકને પીવડાવવાથી તેને ઘણા બધા પોષક તત્વો મળે છે. તેમજ તેનું વજન પણ વધે છે.

વજન વધારવા માટે એવોકાડોના બીજ :-
એવોકાડોના બીજ વજન વધારવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે બાળકોને સૂર્યમુખી, કોળું, અળસી, તરબૂચ વગેરેના બીજ ખવડાવી શકો છો. આ બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેને ખાવાથી બાળકોનું વજન વધી શકે છે.

તમારા બાળકોનું વજન વધારવા માટે તમારે તેમને શાકભાજી, ફળો, કઠોળ વગેરે ખવડાવવું જોઈએ.  આ સિવાય ડેરી પ્રોડક્ટ્સ, નોનવેજ, ડ્રાય ફ્રુટ્સ દ્વારા પણ બાળકોનું વજન વધારી શકાય છે. પરંતુ જો તમામ પ્રયત્નો પછી પણ બાળકનું વજન થોડું પણ વધતું ન હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ