Head Ads

વધેલી વાસી રોટલીમાંથી બનાવો ચપાતી બોલ્સ

 
Chapati Balls

ઘણીવાર તૈયાર કરાવમાં આવતા લંચ કે ડિનરમાં બનાવવામાં આવતી રોટલીઓ વધી જાય છે. અને તેને બીજા દિવસે મોટાભાગની મહિલાઓ વાસી અને નકામી સમજીને ફેંકી દે છે. પણ શુ તમે જાણો છો કે આવી ખાવામાં બચેલી આ રોટલીઓમાંથી તમે એક અલગજ પ્રકારનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો.

આ નાસ્તો ઘરના નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી ખાવામાં ખૂબજ પસંદ કરશે. અને, આ નાસ્તાની ખાસિયત એ છે કે આ આ નાસ્તો ઓછા સમયમાં એવી માત્ર ૧૫ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો વધારે હે જોયા વગર આવો આપણે જાણીએ સ્વાદિષ્ટ અને ક્રન્ચી ચપાતી બોલ્સ બનાવવાની વિધિ. બાળકોને ભાવતા

ચપાતી બોલ્સ રેસિપી  

સામગ્રી :-
૪ થી ૫ વધેલી રોટલી,

૧ ઝીણી સમારેલી ડુંગળી,

એક કેપ્સીકમ મરચું ,

ગાજર ઝીણા કાપેલા,

૧/૨ ચમચી લાલ મરચું પાવડર,

૧/૨ ચમચી કાળા મરી,

સ્વાદ અનુસાર મીઠું

તળાવ માટેનું તેલ

બનાવવાની રીત :-
સ્વાદિષ્ટ ચપાતીના બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા રાતની વધેલી બધી રોટલી લઈને એના  નાના ટુકડા કરી લેવા. હવે આ રોટલીના ટુકડાને એક મોટા બાઉલમાં લઈને એમાં ચારથી પાંચ ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે ભીની કરીને એને મેશ કરો. હવે આ બાઉલમાં છીણેલી ડુંગલી, શિમલા મરચા, ગાજર, લીલા ધાણા, મીઠુ, લાલ મરચુ અને કાળા મરી નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. 

એકવાર લોટ સારી રીતે બંધાય જાય ત્યાર બાદ તેના નાના નાના ગોળા બનાવી લો. ત્યાર બાદ એક કઢાઈમાં આ બલ્સને સારી રીતે તળી  શકાય એ પ્રમાણનું તેલ કાઢીને ને ગરમ કરવા માટે ગેસ ઉપર મુકો. હવે આપણે બનાવેલા નાના નાના ગોળાને તેલમાં ટાળો નો. આ બોલ્સ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તમારા ક્રિસ્પી ચપાતી બોલ્સ બનીને તૈયાર છે. હવે તેને ચટણી કે સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ