ઘણીવાર તૈયાર કરાવમાં આવતા લંચ કે ડિનરમાં બનાવવામાં આવતી રોટલીઓ વધી જાય છે. અને તેને બીજા દિવસે મોટાભાગની મહિલાઓ વાસી અને નકામી સમજીને ફેંકી દે છે. પણ શુ તમે જાણો છો કે આવી ખાવામાં બચેલી આ રોટલીઓમાંથી તમે એક અલગજ પ્રકારનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો.
આ નાસ્તો ઘરના નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી ખાવામાં ખૂબજ પસંદ કરશે. અને, આ નાસ્તાની ખાસિયત એ છે કે આ આ નાસ્તો ઓછા સમયમાં એવી માત્ર ૧૫ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો વધારે હે જોયા વગર આવો આપણે જાણીએ સ્વાદિષ્ટ અને ક્રન્ચી ચપાતી બોલ્સ બનાવવાની વિધિ. બાળકોને ભાવતા
ચપાતી બોલ્સ રેસિપી
સામગ્રી :-
૪ થી ૫ વધેલી રોટલી,
૧ ઝીણી સમારેલી ડુંગળી,
એક કેપ્સીકમ મરચું ,
ગાજર ઝીણા કાપેલા,
૧/૨ ચમચી લાલ મરચું પાવડર,
૧/૨ ચમચી કાળા મરી,
સ્વાદ અનુસાર મીઠું
તળાવ માટેનું તેલ
બનાવવાની રીત :-
સ્વાદિષ્ટ ચપાતીના બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા રાતની વધેલી બધી રોટલી લઈને એના નાના ટુકડા કરી લેવા. હવે આ રોટલીના ટુકડાને એક મોટા બાઉલમાં લઈને એમાં ચારથી પાંચ ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે ભીની કરીને એને મેશ કરો. હવે આ બાઉલમાં છીણેલી ડુંગલી, શિમલા મરચા, ગાજર, લીલા ધાણા, મીઠુ, લાલ મરચુ અને કાળા મરી નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો.
એકવાર લોટ સારી રીતે બંધાય જાય ત્યાર બાદ તેના નાના નાના ગોળા બનાવી લો. ત્યાર બાદ એક કઢાઈમાં આ બલ્સને સારી રીતે તળી શકાય એ પ્રમાણનું તેલ કાઢીને ને ગરમ કરવા માટે ગેસ ઉપર મુકો. હવે આપણે બનાવેલા નાના નાના ગોળાને તેલમાં ટાળો નો. આ બોલ્સ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તમારા ક્રિસ્પી ચપાતી બોલ્સ બનીને તૈયાર છે. હવે તેને ચટણી કે સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful kitchen tips in gujarati
- દહીંની ચટણી બનાવવાની સરળ રીત
- આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત - Gartlic chutney recipe in gujarati
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત - Khasta kachori recipe in gujarati
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત - Paneer bhurji recipe in gujarati
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત - Puff recipe in gujarati
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
0 ટિપ્પણીઓ