Head Ads

મુસાફરી દરમિયાન થાય છે વોમિટિંગ તો આ વાત ખાસ ધ્યાનમાં રાખો ટ્રાવેલિંગના સમય દરમિયાન થતી ઉલટીની સમસ્યા ગાયબ થઈ જશે

Vomiting in traveling
 

Ayurveda tips to prevent vomiting while traveling : અત્યારના સમયમાં હરવુ ફરવું એતો દરેક લોકોને ખૂબજ પસંદ હોય છે. પરંતુ ઘણાખરા લોકોને ટ્રાવેલિંગ એટલેકે મુસાફરીના સમય દરમિયાન વોમિટ એટલેકે ઉલટી થવા લાગે છે. જેના લીધે થઈને ફરવાના સમયે મૂડ ખરાબ થઇ જાય છે. આવી સમસ્યાને કારણે કેટલાક લોકો શરમની લાગણી અનુભવતા હોય છે. અને ગાડીમાં મુસાફરી કરવાથી ડરતા હોય છે.

જો તમે પણ ટ્રાવેલિંગના સમય દરમિયાન આવી ઉલટીની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે કોઈ પણ જાતનો દર રાખવાની હવે જરૂર નથી. કેમકે આજે અમે તમને કેટલીક એવી ઉપયોગી ટિપ્સ આપીશું, જેનાથી તમારી ટ્રાવેલિંગના સમય દરમિયાન થતી ઉલટીની સમસ્યા ગાયબ થઈ જશે. 

જયારે પણ તમે મુસાફરી કરતા હોય એ સમય દરમિયાન આદુ જરૂરથી તમારી સાથે રાખો. આદુમાં રહેલા ઉપયોગી એવા જરૂરી તત્વો ઉલટી અને ચક્કર આવવાની સમસ્યાથી તમને દૂર રાખી રાહત અપાવે છે. જયારે પણ તમે ગાડીમાં મુસાફરી કરતા હોવ અને એ સમયે તમને લાગે કે વોમિટિંગ જેવું થઇ રહ્યું છે, તો તરતજ આદુનો એક ટુકડો મોંમા રાખી મૂકી એને ચૂસવો. How To Avoid Motion Sickness While Traveling 

આયુર્વેદમાં લવિંગને સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી અને ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં રહેલ એનો ખાસ ગુણધર્મને કારણે ભોજનમાં સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગમાં કરવામાં આવે છે. પરંતુ જો તમને મુસાફરી દરમિયાન જો તમને વોમિટિંગ (Vomiting) જેવુ થાય તો સહેજ પણ રાહ જોયા વગર મોંમાં લવિંગ રાખીને એને ચૂસવું. આમ કરવાની વોમિટિંગ જેવું લાગતું હશે તો તમને થશે નહિ.

ફદીનાને પણ ઉલટી જેવી સમસ્યાને દૂર કરવા માટે લાભદાયી ગણવામાં આવે છે. ખાસ કરીને આપણે ફુદીનાનો ઉપયોગ શરબતમાં કે પછી ચામાં કરતા હોઈએ છીએ. તેમજ ઘણીવાર સુંદરતાને લઇને પણ  ઉપયોગમાં લેવામાં આવે છે. મુસાફરી દરમ્યાન તમને વોમિટ થવાની સમસ્યા રહેતી હોય તો ખાસ કરીને ફુદીનો જોડે રાખવો. અને તેનું શરબત બનાવીને પી લેવું. તેનાથી પણ ઉલટીની સમસ્યા ગાયબ થઇ જાય છે. 

વોમિટિંગ જેવી આવી સ્થિતિમાં એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવી અને સિંઘવ મીઠું મિક્સ કરીને એ પાણી પીવાથી મુસાફરી દરમિયાન થતી ઉલટીમાં ખૂબ આરામ મળે છે. આ સાથે લીંબુના પાન સુંઘવાથી પણ ખુબ સારું રહે છે. પાનમાં રહેલી સહેજ ખાટી મનમોહન સુગંધ તમારી અકળામણ દૂર કરશે. 

જયારે પણ તમે મુસાફરી કરવાના હોવ ત્યારે એ પહેલા બહુ ખાવું જોઈએ નહિ. અને ખાસ કરીને ખાવાનું ખાઇને મુસાફરી ન કરવી જોઇએ. સામાન્ય રીતે જેને પણ પિત્તની સમસ્યા રહેતી હોય છે એવી વ્યકિતને આવી વોમિટિંગની સમસ્યા રહેતી હોય છે. માટે મુસાફરી દરમિયાન પિત્ત થાય એવો કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ નહી. જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થાય તો હળવો ખોરાક ખાવો.

જો તમારે સવારે મુસાફરી કરવી હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું, ધાણા અને વરિયાળી પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. પ્રવાસમાં ઉલ્ટી નહીં થાય. દાડમનું સેવન કરવાથી તમને મુસાફરીમાં ઉલ્ટીની સમસ્યાથી બચાવી શકાય છે. 

જો તમને સતત મોશન સિકનેસની (Motion Sickness) સમસ્યા રહેતી હોય તો કારની આગળની સીટ પર બેસો. જો બોટમાં મુસાફરી કરી રહ્યા હોવ તો વચ્ચે બેસો. જ્યારે ટ્રેનમાં હોય, ત્યારે હંમેશા તમારો ચહેરો આગળની દિશામાં રાખો, એટલે કે ટ્રેન જે તરફ જઈ રહી હોય તે જ બાજુએ રાખો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

  

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ