Head Ads

60 વર્ષે પણ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવુ હોય તો વડીલોએ આ પ્રકારનો પોષણયુક્ત આહાર લેવો જોઇયે, વડીલો માટે વરદાનરૂપ છેં આ આહાર

ઘડપણએ જીવનનો ખુબ જ વળાંકકારક પડાવ છેં જેમાં માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્યમાં ખુબ જ ફેરફાર જોવા મળે છેં.આ ઉંમરમાં જીવનશૈલી સાથે તેમના રોજબરોજના લેવામાં આવતા આહારમાં પરિવર્તન લાવવું ખુબ જ આવશ્યક છેં.આમ જે વડીલો 60 વર્ષ વટાવી ચુક્યા છેં તેં વડીલોએ તંદુરસ્ત રહેવા માટે હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવી જોઈએ. 

હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવવાથી તેમનુ શરીર નિરોગી રહે છેં. એક વખત આપણે રોજબરોજના આહારમાં જે આહાર લઈએ છીએ તેમાંથી પૂરતા પ્રમાણમાં આપણા શરીરને પોષક તત્વો મળતા નથી. આજે અમે તમને આ આર્ટીકલ માં 60 વર્ષથી ઉપરના વડીલોએ તેમના આહારમાં કેવા પ્રકારના પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ તે વિશે જણાવીશું. 

દહીંનો ઉપગયોગ કરવો  :-
જેમ આપણે ઉંમર વધતી જાય તેમ આપણા હાડકા પણ નબળા પડતા જાય છે. આપણા હાડકામાંથી કેલ્શિયમનું પ્રમાણ ઓછું થતું જાય છે આથી હાથ પગ દુખવાની સમસ્યા વધી જાય છે.  60 વર્ષની ઉમર વટાવ્યા બાદ કેટલાય વડીલોને સાંધાના અને હાથ પગ દુખવાની સમસ્યા સતાવતી હોય છે. આથી જો તેઓ તેમના આહારમાં દરરોજ બે થી ત્રણ ચમચી જેટલું દહીં લે તો તેમને ખૂબ જ ફાયદો થાય છે. 

આહારમાં દહીં લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે દહીં વધારે પડતું ખટાશવાળું હોવું જોઈએ નહીં. મોળું દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. દહીમાં કેલ્શિયમ, ઝીંક અને પ્રો બાયોટિક્સ, વિટામિન બી, વિટામિન ડી વધારે પ્રમાણમાં મળી આવે છે. રોજિંદા આહારમાં જો દહીંનોં સમાવેશ કરવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની ઉણપ રહેતી નથી. 

ખોરાકમાં ઇંડાનો સમાવેશ કરો  :-
જેમ જેમ આપણે ઉંમર વધે તેમ તેમ શરીરમાં આપણને પ્રોટીન ની જરૂર ખૂબ જ પડે છે અને વધારે જ્યારે વ્યક્તિ 60 વર્ષ વટાવી દે ત્યારે તે વ્યક્તિને પ્રોટીનની ખૂબ જ જરૂરિયાત હોય છે. પ્રોટીનનો સારામાં સારો સ્તોત્ર ઈંડા છે. ઈંડામાંથી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે આથી આ વ્યક્તિઓએ પોતાના આહારમાં ઈંડાનો સમાવેશ કરવું જોઈએ. 

ઈંડા માંથી આપણને સારા એવા પ્રમાણમાં વિટામિન ડી અને કોલિન નામનું તત્વ મળી આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો પણ રહેલા હોય છે. ઈંડુ એક માઇક્રોન્યુટ્રિયન્સ છે જે આપણા બ્રેન ફંક્શન ને લીવર ફંક્શનને,  મસલ્સને તેમજ જોઈન્ટ ને અને આપણા શરીરના મેટાબોલિસમને તંદુરસ્ત રાખે છે. 

ફાઈબર આહાર લેવો :-
વડીલોના આહારમાં ફાઇબરનો સમાવેશ કરવાથી તેમના શરીરની પૂરતા પ્રમાણમાં પ્રોબાયોટિક્સ મળી રહે છે. ઉપરાંત ફાઇબર નો સમાવેશ કરવાથી આંતરડા અને પાચનક્રિયા પણ સારી રહે છે. તેઓના ડાયટમાં ફાઇબર નો સમાવેશ કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય છે. આથી તેમના આહારમાં કઠોળ લસણ લીલા શાકભાજી તેમજ ફ્રુટનો સમાવેશ કરવો જોઈએ. જેમાંથી તેમને ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળી રહે છે.  

મલ્ટીવિટામિન સપ્લીમેન્ટનો ઉપયોગ કરવો :-
કેટલીક વખત વડીલોના આહારમાં યોગ્ય ડાયટ ફોલો કરીએ છીએ છતાં પણ તેમના શરીરમાં કેટલાક વિટામીન્સ ની ઉણપ રહી જતી હોય છે અને તેઓને ખૂબ જ વીકનેસ લાગે છે. આથી આપણે તેમને ઉપરથી મલ્ટી વિટામિન્સ આપવા ખૂબ જ જરૂરી છે. મલ્ટી વિટામિન્સ જેવા કે વિટામિન ડી  કેલ્શિયમ, વિટામીન B12, મેગ્નેશિયમ,ઝીંક, સેલેનિયમ આપવાથી તેમના શરીરમાં વિટામિન્સની કમી રહેતી નથી અને શરીરને પૂરતી શક્તિ પણ મળી રહે છે. 

આમ કેટલાક વડીલોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્રદયની બીમારી વગેરે જેવી પરિસ્થિતિઓમાં જે તે પરિસ્થિતિ મુજબનો આહાર લેવો જરૂરી છે. જેમાં સમયસર ખોરાક લેવો અને તેની દવાઓ પણ લેવી જોઇએ. ઓછા નમક તેમજ ઓછી ચરબીયુક્ત આહાર લેવો. વધુ સ્ટાર્ચયુક્ત ખોરાક ટાળવો. વધુ ગરમ અથવા વધુ ઠંડો આહાર બને ત્યાં સુધી ન લેવો. જેમ બને તેમ હળવો ખોરાક ખાવો જોઈએ જેથી કરીને સહેલાઈથી ખોરાક પચી શકે. 

ઘણીવાર વૃધ્ધાવસ્થામાં ઊંઘ ઓછી આવતી હોય છે. જો આવી તકલીફ થતી હોય તો એની પાછળનું કારણ તમારા શરીરમાં વિટામિન D ની ઉણપ છે. માટે વિટામિન D ની ઉણપ દૂર થાય એવા ખોરાક લેવા જોઈએ. ફળ-શાકભાજી તેમજ નિયંત્રિત માત્રામાં સૂકામેવાનો ઉપયોગ કરવો. થોડો થોડો તેમજ પચવામાં હલકો ખોરાક લેવો. જેથી ગમે તેટલી ઉમરે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય અને જિંદગીને માણી શકાય. 

 નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.  

આ પણ વાંચો....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ