ગુજરાતમાં કોપરા અને ગોળના લાડુ બહુ જ પ્રખ્યાત છે. કોઈ માંગલિક પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે લાડુ તો હોય જ. ઘરે પણ બહુ બધા લોકો લાડુ તો બનાવતા જ હશો. ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે છે. પણ આજે અમે તમને ગોળ અને કોપરાના લાડુ કઈ રીતે બનાવવા એ જણાવીશું. અને એ લાડુ ખુબજ સ્વાદિષ્ટ બને છે.
કોપરા અને ગોળના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જો એને બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. તો ફટાફટ જાણી લો કોપરા અને ગોળના લાડુ બનાવાની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ. જો આ રીતે બનાવશો કોપરા અને ગોળના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ, ઘર ના બધા નહિ થાકે તમારા વખાણ કરતા.
કોપરા અને ગોળના લાડુ બનાવવાની રીત
સામગ્રી :-
200 ગ્રામ કોપરા ખમણેલા
150 ગ્રામ ગોળ
2 ચમચી સુંઠ પાવડર
2 ચમચી ગંઠોડા પાવડર
2 ચમચી કાજુ, બદામ, પિસ્તા
1/2 ચમચી ખસખસ
200 ગ્રામ ઘી
લાડુ બનાવવાની પદ્ધતિ :-
સૌપ્રથમ
એક પેન લો અને તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકો. ઘી ગરમ થઈ ગયા બાદ
તેમાં સમારેલું, છીણેલું સૂકુ કોપરું ઉમેરો. જ્યાં સુધી કોપરું બરોબર
સાંતળાઈ જાય ન ત્યાં સુધી તેને બરોબર હલાવો. કોપરુ બરોબર સંતળાઈ જાય
ત્યારબાદ તેમાં બે ચમચી સૂંઠ પાવડર,બે ચમચી ગંઠોડા પાવડર અને બે ચમચી કાજુ
બદામ પિસ્તા નો પાવડર નાખો. ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા મૂકો. બીજી
એક પેન લઈ તેમાં ગોળનો પાયો કરવા મૂકો.
ગોળનો પાયો બરોબર થઈ જાય ત્યારબાદ તેમાં ઠંડુ કરેલ મિશ્રણ નાખી દો. ત્યારબાદ આ મિશ્રણને બરોબર મિક્સ કરીને તેના ફટાફટ લાડવા વાળી દો. ત્યારબાદ તેના ઉપરથી ખસખસ થી ગારનીશિંગ કરો. તો તૈયાર છે કોપરા અને ગોળના લાડુ. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વ્યક્તિને ઘૂંટણ દર્દ અથવા તો કમર દર્દ ખૂબ જ થતો હોય તે વ્યક્તિએ દરરોજનો એક લાડુ ખાવો જોઈએ.
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful kitchen tips in gujarati
- દહીંની ચટણી બનાવવાની સરળ રીત
- આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત - Gartlic chutney recipe in gujarati
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત - Khasta kachori recipe in gujarati
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત - Paneer bhurji recipe in gujarati
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત - Puff recipe in gujarati
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
0 ટિપ્પણીઓ